RSS

પ્રેમની છેલ્લી મુલાકાત

image

હે અંજુ હું તને હમણાં 15 મિનિટમાં પીકઅપ કરું છું. તું ફટાફટ તૈયાર થઈ ને બહાર આવી જા આપણે જુહુ ચોપાટી પર જઇએ.ચાલ હવે હું ફોન મુકુ છું હવે મે બાઇક ને કિક મારી…

અંજલિ:શ્યામ સાંભળતો ખરા પણ આમ અચાનક મળવાનું કારણ શું?? ઇ પણ જુહુ ચોપાટી ?? કઇ સ્પેશ્યલ છે કે શું??

શ્યામ:ઇ બધું તને ત્યાં જઈને કહીશ અત્યારે તું તૈયાર થઈને ફટાફટ બહાર નિકળ ને..

અંજલિ:ઓકે

શ્યામ અને અંજલિ મુંબઈ ની પ્રસિદ્ધ માતૃછાયા કોલેજના છેલ્લા વર્ષમાં ભણે છે.બન્ને મિડલ કલાસમાંથી બિલોંગ કરે છે..બન્ને કોલેજના પહેલાં વર્ષથી પ્રેમમાં છે. પણ બન્ને પ્રેમમાં કયારેય મર્યાદા વટાવી નથી. બન્ને એકબીજાને પોતાઆની આત્મા કરતા પણ વધારે ચાહે છે. બન્ને એકબીજા ની લાગણી બહું છે આખા કોલેજમાં બેસ્ટ કપલ તરીકે એમનું નામ આવતું..

શ્યામ અંજલિ ના દરવાજે બાઇકને હોર્ન મારે છે એટલી વારમાં અંજલિ તૈયાર થઈને બહાર નીકળી. બાઇક પાછળ બેસી ગઈ. શ્યામે બાઇક કિક મારી આગળ વધી રહયો હતો આ બાજુ અંજલિ ના મગજમાં વિચારો ખોવાઈ ગઈ કે આજે શ્યામ લગ્ન નું પ્રપોઝ તો નથી કરવાનો ને?  શ્યામ પોતે વિચારતો હતો કે હું અંજુ ને કેમ નું સમજાવ….

એટલી વારમાં જુહુ ચોપાટી આવ્યું શ્યામે બાઇક પાર્ક કરી દરિયા કિનારા ના એક છેડે બન્ને બેઠાં. શ્યામ અને અંજલિ બન્ને જણાં એકબીજામાં ખોવાઈ ગયા હતા..
અંજલિ: શ્યામ મને એમ કહેતો આજ આમ અચાનક જુહુ ચોપાટી પર અને અત્યારે જ કેમ મળવાનું કારણ??
શ્યામ: જો અંજલિ હવે તને જે કાંઈ પણ કહ્યું એ બધું સાંભળ્યા પછી તું તારી જાતને સંભાળવાની શક્તિ રાખજે..
અંજલિ:તું શું બોલે મને કાંઈ જ નથી સમજાતું જે પણ વાત કરવી હોય ગોળ ગોળ ફેરવ્યા વગર સીધી વાત કર.
(શ્યામ ડોબી તને સીધે સીધું કહી દવ તો તારા જીવ ની સાથે મારો જીવ લઈ લે એમાંની છે.)
શ્યામ:જો અંજુ તને ડાયરેક્ટ પોઇન્ટ પર વાત કરું તો આ આપણી જિંદગીની છેલ્લી મુલાકાત છે.
અંજલિ: આ તું શું બોલે છે એનું ભાન તો છે ને..
શ્યામ:મને ખબર જ હતી તું નહીં માને આમ એટલા માટે હું તને જુહુ ચોપાટી લાવ્યો અને બસ આ છેલ્લી મુલાકાત ને મારે યાદગાર બનાવી છે. બસ હવે છેલ્લી મુલાકાતમાં હું તને મારી બાહો મા લેવા માંગુ છું બસ હું તને જોવા માંગુ છું.
અંજલિ: આમ બધુય અચાનક થવાનું કારણ??
શ્યામ: કાલે રાત્રે પપ્પા એ કિધુ કે હવે આ કોલેજ ની લાસ્ટ એકઝામ નું પરિણામ જાહેર થાય પછી મને પરદેશ યુ.કે મોકલે છે એમ સમજ ને હું આવતાં અઠવાડિયે જતો રહીશ આ સમુંદર થી પેલે પારના સમુંદર..
અંજલિ: પણ તું જયા સુધી પરદેશ થી પાછો ના આવે ત્યાં સુધી હું તારી રાહ જોવા તૈયાર છું..
શ્યામ:હહહહહહહહહહ અંજુ આપણે ફિલ્મી સ્ટાઇલમાં નથી જીવતા આપણે ઓરીજલ લાઇફમાં જીવીએ છે.. ચાહું તો હું તને કહી શકું કે હું જયાં સુધી પરદેશથી પાછો ના આવું ત્યાં સુધી તું રાહ જોજે પણ ના કિધુ કેમ કે મને મારા પ્રેમ પર ભરોસો છે. પણ મારી નિયત પર નહીં..હું પરદેશ ગયા પછી શું ખબર હું મારા સ્વાર્થ માટે ત્યાંની છોકરી સાથે લગ્ન કરી લઉ. હું મારા પ્રેમમાં કયારેય કલંક લગાવવા નથી માગતો…તારો અને મારો પ્રેમ હમેશાં પવિત્ર હતો,પવિત્ર છે અને આગળ પણ પવિત્ર રહેશે..
અંજલિ: પણ શ્યામ તું જતો રહીશ મને તારા વગર એક પળ પણ જીવી શકાતું નથી..તું જ મારો છે તારા વગર તો મને આ દુનિયા પણ કોરી લાગે છે..
શ્યામ:હહહહહહહહ અંજુ પણ તને ખબર છે જયારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં થી મથુરામાં જવા નિકળ્યા ત્યારે રાધાએ પણ આવો સવાલ ભગવાન શ્રી કૃષ્ણ ને પુછ્યો હતો ત્યારે  ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે રાધા તું મારા દિલમાં જ છે તારો પ્રેમ ઇ મારો પ્રેમ છે. તું જયારે મને દિલથી યાદ કરીશ ત્યારે હું તારી આજુબાજુ હોઇશ. તારા પ્રેમને ઇતિહાસમાં અમર રહેશે એમ આપણો પ્રેમ સાત જન્મો નો છે ભલે ને આપણે એકબીજાને પામી નથી શક્યા એકબીજાની યાદો ને સ્પર્શી શકાય ને. તું મને જયારે યાદ કરીશ ત્યારે એમ સમજ હું પણ તારી બાજુમાં જ છું બસ હવે આપણે એકબીજાને એકબીજાની યાદો સાથે જીવતા શીખવું પડશે..

અંજલિ અને શ્યામ એકબીજા ની બાહો મા લે છે..

લાગણીનું એક ખીલ્યું છે કમળ, એજ તો મહેફિલ તણો આધાર છે.
– મનહર ચોક્સી

#પુનિત_શ્રોત્રિય
Date:07:09:2015

#પુનિત_શ્રોત્રિય

Advertisements
 

#મહિલા_દિવસ

આજે સવારથી હું ટાઇમલાઇન પર જોતો જાવ છું આખી ટાઇમલાઇન #મહિલા_દિવસ થી ભરેલી પોસ્ટ અને ફોટાઓ ના ટ્રેન્ડ જોવા મળે છે. મને પણ થયું લાવને હું પણ કંઇક #મહિલા_દિવસ માટે બે શબ્દો લખીને કંઇક પોસ્ટ અપલોડ કરું પણ સાલું મગજમાં કાઇ સુઝતુ નહોતું . પણ પછી મારે એક અગત્યના કામ માટે ગાંધીનગરથી લો ગાર્ડન જવાનું થયું. ત્યારે મારા મગજમાંથી આ #મહિલા_દિવસનો વિષય જ નિકળી ગયો. બસ રોજની જેમ મસ્ત મજાની ઘુનમાં કાનમાં ઇયર ફોન લગાવીને મોબાઈલમાં #મનહર_ઉધાસની
#આગમન_1 પુરા 47 મિનિટની ગઝલ સાંભળતા સાંભળતા એકટીવા ને સેલ મારીને નિકળ્યો.

પછી થોડા આગળ નિકળતા ગાંધીનગરના છેલ્લા સ્ટેન્ડ ઇનફોસીટી ક્રોસ કર્યો પછી મારી મસ્ત મજાની ગઝલ સાંભળતા ધીરે ધીરે એવરેજ સ્પીડમાં જતો હતો એટલી વારમાં એકદમ બાજુમાં એક એકટીવા લઈને એક છોકરી નિકળી. જાણે મને એમ કે ગઝલની મહેફિલમાં મને સાથ આપવા આવી. પછી તેણે રેસ વધારીને એકટીવા ફુલ માં સ્પીડમાં આગળ જાવા દિધી પણ મારાથી રહેવાયુ નહી, પછી હું એકટીવાની સ્પીડ વધારી એનાથી આગળ નિકળી ગયો.પાછી તે મારી જોડે આવી થોડીવાર મારી સામે જોઇ રહી પછી પાછી રેસ વધારીને આગળ નિકળી ગઈ, મારાથી પણ ના રહેવાયુ હું પણ એનાથી આગળ નિકળી ગયો. આમને આમ ચાર પાંચ આગળ પાછળ  એકબીજા ને ટક્કર મારતા પછી મારાથી રહેવાયુ નહી. હું એકદમ સ્પીડમાં એનાથી આગળ એકાદ કિલોમીટર નિકળી ગયો. પછી મને એકદમ યાદ આવ્યું આજે તો #મહિલા_દિવસ છે. એક દિવસ એમને પણ આગળ વધવાનો ચાન્સ આપવો જોઈએ પછી મે સ્પીડ એકદમ ઘટાડીને એને આગળ આવવાની રાહ જોતો હતો. પછી તે આવ્યા પછી મે કિધુ, ” હેપ્પી વુમન ડે” ટુડે ઇઝ યોર ડે સો પ્લીઝ ગો એન્ડ ટેક કેર..

આટલું કિધુ પછી તેમણે સામે જવાબમાં થેન્ક યુ કિધુ તરત મે પણ સામા જવાબમાં સ્માઇલ આપી રસ્તો બદલી નાખ્યો..

બધી મહિલાઓને મહિલા દિવસના સાક્ષાત પ્રણામ…

#તાજા_અનુભવ

#પુનીત_શ્રોત્રિય

image

#પુનિત_શ્રોત્રિય

 

વાર્તાલાપ પ્રભુ સાથે:- 1

ટ્રીન…ટ્રીન….ટ્રીન

નારદજી:નારયણ નારાયણ હું નારદજી બોલું છું આપ કોણ પુત્ર??
પુનિત:હું પૃથ્વી પરથી પુનિત વાત કરું છું મારે મારા રોલ મોડેલ અને મારા ક્રિષ્ના ભગવાન સાથે વાત કરવી છે..
નારદજી:નારાયણ નારાયણ ભગવાન ક્રિષ્ના હમણાં ધ્યાનમાં મગ્ન છે એટલે હમણાં વાત નહીં કરી શકે પુત્ર તારે કોઇ સંદેશો આપવાનો હોય તો મને આપી દયો હું પહોચાડી દઇશ..
પુનિત:ના મારે મારા નાથ હારે વાત કરવી જ છે..બહું સમયથી સંપર્ક કરવાનો કોશિષ કરતો હતો..માંડ આજે એમના જન્મદિવસ ના શુભ અવસર પર સંપર્ક થયો..પ્લીઝ મને મારા નાથ સાથે વાત કરાવો..
નારદજી: નારાયણ નારાયણ પણ પુત્ર…

(એટલી વારમાં પ્રભુ નારદજીને પુછે છે કે કોણ છે નારદજી??
નારદજી:પ્રભુ પૃથ્વી પરથી મનુષ્ય પુત્ર છે..અને એણે જીદ પકડીને બેઠો છે એને તમારી જોડે વાત કરવી છે..પ્રભુ: મને આપો હું એની જોડે વાત કરું)

પ્રભુ:બોલો મનુષ્ય પુત્ર હું તારો નાથ  બોલું છું.
પુનિત: મારા નાથ,મારા પ્રિય પ્રભુ,મારા પ્રિય ગુરુ આજ આપના જન્મદિવસ ના ખુબ ખુબ શુભેચ્છા પ્રભુ…
પ્રભુ:ધન્યવાદ પુત્ર તારુ શુભ નામ?
પુનિત:મારું નામ પુનિત છે… તમે કેમ છો પ્રભુ?? તમે સ્વર્ગ રહી ને પૃથ્વી પરની તમારી લીલાઓ ને તમારી ગોપીઓ ને,તમારી ગોકુળ ની ગાયો ને ભુલી ગયા છો??
પ્રભુ:ના મનુષ્ય પુત્ર હું કાઇ નથી ભુલી ગયો મને બઘુય યાદ છે…
પૃથ્વી પર બધુય હેમખેમ તો છે ને પુત્ર??
પુનિત: પ્રભુ કાઇ હેમખેમ નથી… અહીં આ કળિયુગમાં તમારી ખુબ જરુર છે… તમે જેમ મામા કંસ ને વધ કર્યો એમ આ પૃથ્વી પર ભ્રષ્ટાચાર નો વધ કરવાનો છે..તમે એક વાર પૃથ્વી પર આવી તો જુઓ તમે જે ગોપીઓને રાસલીલા કરાવતાં હતાં ઇ જ ગોપીઓને આજે જન્મતા હત્યા કરી નાખવામાં આવે છે.. તમે જે ગોકુળની ગાયોને ચરાવતા હતા ઇ જ ગાયોને ગૌહત્યા કરવામાં આવે છે.તમે જેમ ગરીબ સુદામા ને પ્રેમ થી વધાવી ને તમારા કરોડોના હિરાજડિત મહેલમાં સ્વાગત કર્યું હતું અહીં તો ગરીબ ને કોઇ ભાવ પણ નથી પુછતુ…ગરીબો ફૂટપાથ સુતા હોય એમના પર ગાડી ચડાવી ને હત્યા કરી પછી ન્યાય આપવાની જગ્યાએ અન્યાય બોલો પ્રભુ આવી છે તમારી દુનિયા…બસ તમે એકવાર આ પૃથ્વી પર જન્મ લઇને આવો પ્રભુ આ ભવિષ્ય અંધકારમય છે..પ્રભુ…

સંપર્ક તુટી જાય છે…

કૃષ્ણ જો હોય લાગણી તો,                          
પ્રેમ નો એક મંત્ર તો આપો,
ચારે બાજુ છવાઇ અંધકાર ત્યારે,   
હાથ ન છોડે તેવો પરિવાર આપો,
આવ કનૈયા ફરી આ જગતમાં સૌને પ્રેમ કરતા શીખવ,                          
થઇ રહ્યા છે માણસ માણસ થી વિમુખ એમને એક થતા શીખવ,…….
#અજ્ઞાત

હે કાના તારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

#પુનિત_શ્રોત્રિય

Date:05:09:2015

image

#પુનિત_શ્રોત્રિય

 

બસ હું તને ચાહું છું…ચાહું છું….

કોણે કહ્યું છે કે…
હું જીવી શકુ છું તારા વગર….

દિલ ની ધડકન કરતા વધારે તો…
તું જરૂરી છે.

#અજ્ઞાત

હે, કયા જતી રહી પાછી? 
તું એક મિનિટ, એક સેકન્ડ, એક પળ માટે મને મુકીને જાય ત્યારે મને નથી ખબર મારા દિલને શું થાય છે?, મને એટલી ખબર છે કે હું તને ખુબ ચાહું છું દિલની ધડકન કરતા વધારે ચાહું છું.

ખબર નહી તારી આંખોમાં એવુ ક્યુ કાજળ નો શરાબ છે?
ખબર નહી તારા હોઠ માં ક્યુ સ્વાદ નો  શરાબ છે?

બસ ઇ જોતા મારુ દિલ પીગળી જાય છે. બસ મને તારી આદત પડી ગઈ છે. નથી જીવી શકાતું તારા વગરનું, તારા વગરનું દિવસ,બપોર,રાત સુની લાગે છે.

તું જ કહે છે કે, “પુનિત, આમ મને છોડીને કાઇ ના જાતો..”
પણ તે મને તારા પ્રેમમાં એવો ઘાયલ કર્યો છે. તુ મને મુકીને જાય તો મને ચેન નથી પડતું..

બસ હું તને ચાહું છું…ચાહું છું….

#પુનીત_શ્રોત્રિય

image

 

મારા સવાલ નો જવાબ

તારીખ 28-3-2015
શનિવાર
સમય 8:00pm

છેલ્લા કેટલાંક સમયથી હું અમદાવાદ ના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર કેમ્પમાં દર્શન કરવા જાવ છું. (ભભગવાન હું બહું ઓછું માનું છું)  આ શનિવારે હું હનુમાનજી ના મંદિરે ગયો હતો પણ મંદિર ના પરિસરમાં દર્શન કરવાં નહોતો ગયો…કેમ કે મંદિરે પહોંચ્યા પછી મારુ મન અને લાગણી મને ત્યાં જતા રોકી લીધા…મે મારા મિત્રો ને કિઘુ તમે જતા આવો…. હું નથી આવતો…મને બધાય એ ગાયરુ દેવાની ચાલું કરી પણ હુ એક નો બે ના થયો..હું મંદિર ની બહાર ઉભો ઉભો મારા મિત્રો ની રાહ જોતો હતો..એટલી વારમાં મારા ખાસ મિત્ર #પ્રતિક_શાહ જોડે આત્મા પરમાત્મા ની વાતો થયેલી મને યાદ આવી…#પ્રતિક_શાહ મને કહેતો ભાઇ મંદિર લોકો એટલા માટે જાય છે કે ત્યાં લોકો ને શાંતિ મળે અને તમે ત્યાં જાવ એટલે ખરાબ વિચારો ત્યાં રહી જાય છે…સારા વિચારો ત્યાં રહી જાય છે??? ત્યારે મને એક સવાડલ મારા મગજ મા આવ્યો કે મંદિરમાં ખાલી ભગવાન ની મુરતી છે.. મંદિરમાં એવું તે શુ છે કે લોકો ને . શાંતિ ,ઉર્જા મળે છે???

એ સવાલ નો જવાબ આજની તારીખે પણ શોધું છું..

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું,
પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે
વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા
મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને
મળવું છે.

#પુનિત_શ્રોત્રિય.

image

 

બ્લોગ ની શરૂઆત

તારીખ 29-3-2015.
સમય  7:00pm

છેલ્લા કેટલાક દિવસોથી મને ઘણું લખવાનું મન થયું પણ લખવા માટે સમય નો અભાવ હતો…અને કેટલુંક તો લખવાનું મન થાય તો ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ મા શોર્ટ મા સંદેશો લખી ને મારી વાતો ને લોકો સુધી શેર કરતો પણ બ્લોગ શરુ કરવાનું કારણ તો બીજું છે..છેલ્લાં કેટલાંય દિવસો દરમિયાન બ્લોગ શરુ કરવાનું વિચારતો હતો છેલ્લે મારા ખાસ ફેસબુક ના મિત્ર #પ્રતિક_શાહ મને બ્લોગ ખોલવામાં મદદ કરી અને બ્લોગ નુ નામ પણ એમને જ વિચાર્યું….એમણે મને બ્લોગ ખોલવામાં ભરપૂર ઉર્જા આપી…

હવે બ્લોગ ખોલવાનું કારણ જણાવું કે  મારી વાતો લોકો ના મન,દિલ,દિમાગ સુઘી પહોંચે અને મારી સાથે ઘટતી-અઘટતી ઘટનાઓ લોકો સાથે ખુલ્લા  મનથી શેર કરવા માગું છું…

અત્યારે સ્પેશ્યલ લખવા બેઠો છું તો શબ્દો નથી
જડતા….મનોમંથન કર્યું તો ખબર પડી કે શબ્દો
તો ઘણા છે પણ શબ્દો ના સંબંધો નથી જડતા….

#પુનિત_શ્રોત્રિય💞🌷

image